શહેરા શ્રીમતિ એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે તાલુકકક્ષા ખેલ મહાકુંભનો પ્રારંભ કરાયો

શહેરા,શહેરા શ્રીમતિ એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ શાળાના આચાર્ય વિપુલ પાઠક તેમજ વ્યાયમ શિક્ષકો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

શહેરા નગરમાં આવેલ શ્રીમતિ એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ આ શાળાના આચાર્ય વિપુલભાઈ પાઠકની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભમાં તાલુકામાં આવેલ વિવિધ શાળામાં અભ્યાસ કરતા આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કબડ્ડી સહિતની સ્પર્ધાઓમાં પોતાનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત કબડ્ડી સ્પર્ધાથી કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષક એ.વી. દવે અને વિપુલ દરજીના માર્ગદર્શન હેઠળ તાલુકાની શાળાના વ્યાયમ શિક્ષકોએ ઉત્સાહ ભેર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, યોગાસન સહિત અન્ય સ્પર્ધાઓમાં પ્રથમ નંબર આવેલા વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે તેમ છે.