શહેરા,
શહેરામાં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઇ જવા સાથે રહેણાંક મકાનોના છતના પતરા ઉડી ગયા હતા. જ્યારે 1000 લીટરની પીવીસી પ્લાસ્ટીકની પાણીની ટાંકી 20 ફૂટ ઊંચાઈ ધરાવતા વીજ થાંભલા પર લટાકાઈ ગયેલી જોવા મળવા સાથે અનેક દુકાન ઉપર લગાવેલા ફલેક્ષ બેનરો પણ ઉડી ગયા હતી. જ્યારે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે વીજળી ગુલ થઈ જતાં નાગરીકોને રાત્રે અને દિવસે અંધારામાં રહેવાનો વાળો આવ્યો હતો.
શહેરા નગરમાં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં મોટું નુકશાન થવા પામ્યું છે. પવન સાથે આવેલા વરસાદના કારણે નગરના મુખ્ય બજાર થી નાડા તરફ જવાના માર્ગ ઉપર મહાલક્ષ્મી મંદિર પાસે વર્ષો જુનું વૃક્ષ ધરાશાયી થઇ જતાં વાહનોની અવર-જવર બંધ થઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનની સામે આવેલ હરીજનવાસ, મસ્તાન ચાલી સહિત નગરના અમુક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોના છત ઉપર લગાવેલા પતરા ઉડી જતા ઘર માલિકો ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. જ્યારે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં 20 ફૂટ ઊંચાઇ ધરાવતા વીજ થાંભલા પર 1000 લીટર પ્લાસ્ટિકની પાણીની ટાંકી લટકતી જોવા મળવા સાથે ડામર માર્ગ ઉપર લીમડાનું વૃક્ષ ધરાશાયી થતા હાથલારીઓ નીચે દબાઇ ગઇ હતી.
નગરના તળાવ ઉપર, હરીજન વાસ, મામલતદાર કચેરી પાસે તેમજ અન્ય વિસ્તારમાં કુલ 16 જેટલા વીજ થાંભલા તૂટી જવા સાથે બે વીજ ડિપીને નુકશાન થતા વીજળી ગુલ થઇ ગઇ હતી. પવન સાથે આવેલા વરસાદના કારણે લાઈટો બંધ થઈ જતા રાત્રિના સમયથી લઈને દિવસે પણ લોકોને અંધારામાં રહેવા સાથે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ચોમાસાની ઋતુનો અહેસાસ લોકોને થવા સાથે કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે અનેક લોકોના ઘરને નુકશાન થવા પામ્યું હોય તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે જે ગંભીરતાથી લેવામાં આવી જોઈએ તે નહીં લેવામાં આવતા નગરજનો નારાજ થયા હતા. સામાન્ય વર્ગના પરીવારજનોએ સંબંધિત તંત્ર દ્વારા જે ઘરોને નુકશાન થયું હોય તેનુ સર્વે કરીને સહાય આપે તેવી માંગ કરી છે.
શહેરા હોળી ચકલા વિસ્તારમાં ક્ધયાશાળાની છત-પતરા અને દિવાલ ધરાશાહી થતાં વિદ્યાર્થીઓની અન્ય શાળામાં વ્યવસ્થા કરાઇ
શહેરા,
શહેરા તાલુકામાં બુધવારની રાત્રે ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે 111 વર્ષ કરતા વધુ જૂની ક્ધયા અને કુમાર શાળાના ઓરડાઓને નુકશાન પહોંચ્યુ હતું. આ બે શાળાના વર્ગખંડોના છતના પતરા તેમજ દીવાલ ધરાશાયી થઇ જતાં 900 જેટલા વિદ્યાર્થીઓ ગુરૂવાર ના રોજ શિક્ષણ થી વંચિત રહ્યા હતા.
શહેરામાં બુધવારની રાત્રીએ ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પૂર ઝડપે પવન ફૂંકાતા નગરના હોળી ચકલા વિસ્તારમાં આવેલ ક્ધયા શાળા તેમજ નગીના મસ્જિદ પાસે આવેલ કુમાર શાળાના ઓરડાના છત ઉપર ના પતરા ઉડી જવા સાથે દીવાલોને પણ નુકશાન થવા પામ્યુ હતુ. ક્ધયા અને કુમાર શાળામાં ધોરણ 1 થી 8માં 900 કરતાં વધુ વિદ્યાર્થીઓ જે ઓરડાઓમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા હતા. તેજ વર્ગખંડોને નુકશાન થતા આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ક્યા બેસાડવા તે એક વિકટ પ્રશ્ર્ન શિક્ષણ વિભાગ માટે બની ગયો હતો. જ્યારે અચાનક આવેલા વાવાઝોડાના કારણે આ બે શાળામાં અભ્યાસ કરતા 900 કરતા વધુ વિદ્યાર્થીઓ ગુરૂવારના રોજ શિક્ષણથી વંચિત રહ્યા હતા. કુમાર શાળા 161 વર્ષ અને ક્ધયા શાળા 115 વર્ષ જૂની હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા આ બે શાળાના તમામ વર્ગખંડો વર્ષ 2014 રદ કરી દેવાયા બાદ શાળાનું નવું મકાન નહી બનતા અહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવી રહયા હોવાથી વાલીઓ અને શાળા સમિતિ દ્વારા આઠ વર્ષ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી અને કલેકટરથી લઈને ગાંધીનગર સુધી લેખિત અને મૌખિક રજૂઆતો અનેક વખત કરવા સાથે સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી હતી. ક્ધયા અને કુમાર શાળાનું નવીન મકાન વહેલી તકે બને તે માટે શિક્ષણ વિભાગ હવે કેટલી ગંભીરતા લેશે તે તો આવનાર સમયમાં ખબર પડી જશે તેમ છે.