શહેરા શારદા મંદિર હાઈસ્કુલ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર અને સી.આર.સી.ની અધ્યક્ષતામાં યોજયો

શહેરા નગરમાં આવેલી શારદા મંદિર હાઇસ્કુલ ખાતે ક્ધયા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને સી.આર.સી. દિગંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શાળામાં પ્રવેશ મેળવતા ધોરણ 9 અને 11 ના 205 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો.

શહેરા નગર વિસ્તારમાં આવેલી શારદા મંદિર હાઇસ્કુલ, ઉર્દુ શાળા અને ક્ધયાશાળા ખાતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને સી.આર.સી. દિગંત પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શારદા મંદિર હાઇસ્કુલમાં નગર પાલિકાના એસ.આઇ જીતેન્દ્રસિંહ રાઠોડ, સી.આર.સી. દિગંત પટેલ, શાળાના ટ્રસ્ટી શાંતિલાલ મગનલાલ દરજી અને મહેન્દ્રભાઈ દરજી તેમજ શાળાના પ્રિન્સિપાલ ડી.એચ.પાઠકના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ગુલાબના ફૂલોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યા બાદ ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ રાઠોડ અને સી.આર.સી. દીગંત પટેલ તેમજ ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શાંતિલાલ દરજી અને મહેન્દ્રભાઈ દરજી તેમજ શાળા પરીવારના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શાળામાં નવીન સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબનું જીતેન્દ્રસિંહ રાઠોડ ના હસ્તે રીબીન કાપીને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શારદા મંદિર હાઇસ્કુલ ખાતે ધોરણ 9 અને 11 માં 205 વિદ્યાર્થીઓ અને ઉર્દુ શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1 મળીને કુલ 78 વિદ્યાર્થીઓ તેમજ ક્ધયાશાળા ખાતે 58 જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ દ્વારા કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. નગર અને તાલુકામાં પણ માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ ખાતે ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.