શહેરા સરકારી દવાખાના અને ઉર્દુ શાળા પાસે રસ્તા ઉપર અકસ્માતનો ભય સ્પીડ બ્રેકર મુકવા માંગ કરી

શહેરા, શહેરા સરકારી દવાખાના પાસે આવેલ ઉર્દુ શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રસ્તો પસાર કરતી વખતે અકસ્માત થવાનો ભય રહેલો છે. સતત વાહનોની અવરજવર વાળા આ રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે એવી વાલીઓની માંગ ઉઠી હતી.

શહેરા સરકારી દવાખાના પાસે પસાર થતાં ડામર રસ્તાને અડીને આવેલ કુમાર અને ઉર્દુ શાળામાં 758 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળા પાસેથી પસાર થતા રસ્તા ઉપર બમ્પ નહી હોવાથી વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય રહેલો હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા લેવામાં આવી રહયુ નથી. જોકે સતત વાહનોની અવરજવર વાળો આ રસ્તો હોવા સાથે અમુક સમયે તો અમુક વાહન ચાલકો વધુ સ્પીડે વાહન લઈને નીકળતા પણ હોય ત્યારે બાળકોના હિતમાં તંત્ર દ્વારા આ પસાર થતાં રસ્તા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તે જરૂરી છે. શાળામાં બાળકો આવતા હોય ત્યારે રીશેષમાં તેમજ છૂટવાના સમયે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તો ક્રોસ કરીને જતા હોય ત્યારે વાહન ચાલકો તે સમયે ઉભા પણ રહેતા ન હોય ત્યારે આ બાબતને લઈને જાગૃત વાલીઓ દ્વારા જીલ્લા કલેકટરને આવનારા દિવસોમાં રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ હતું..