શહેરા,
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી શરૂ થતા ખેત મજુરોને રોજગારી મળી રહી છે. ખેડૂત અને ખેડૂતના પરિવાર ખેતરમાં ડાંગરને ઝૂડતા જોવા મળતા હોય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહયા નથી.
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મૂખ્યત્વે ડાંગર અને મકાઈની ખેતી કરવામા આવે છે. ચોમાસાની સિઝન પુરી થતા હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં ડાંગરની કાપણી શરૂ થતા ખેત મજુરોને પણ રોજગારી મળી રહી છે. ખેતરમાં ખેત મજૂરો સહિત ખેડુત અને તેમનો પરિવાર પણ ડાંગરની કાપણી કરતા જોવા મળી રહયા હતા. આ વર્ષે તાલુકામાં વરસાદ પડ્યો પણ તેની સમય અનુકુળતા પ્રમાણે પડ્યો હોવાને કારણે ડાંગરના પાકમાં ઉત્પાદન ઓછુ મળશે એવુ ખેડૂતો પાસેથી જાણવા મળ્યુ છે. ડાંગરના પાકની કાપણી બાદ ડાંગરને ઝુડવાની કામગીરી જોરશોરથી ચાલી રહી હતી. ડાંગરના સારા ભાવની આશા ખેડૂતો રાખી રહયા છે.