શહેરા,શહેરા નગર અને તાલુકામાં આવેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે ગુરૂવારના રોજ સીતારામ પરિવાર દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવવા સાથે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભકતો દાદાના દર્શને ઉમટી આવશે.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂવારના રોજ હનુમાન જયંતી ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જ્યારે નગર વિસ્તારમાં સીતારામ પરિવાર દ્વારા હનુમાનજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવવા સાથે ભંડારો રાખવામાં આવ્યો છે. જ્યારે તાલુકાના જુની વાડી ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતીને લઈને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવેલ હોવાથી હનુમાન દાદાના ભક્તો દ્વારા અત્યારથી જ મંદિરને રોશનીથી શણગારવા સાથે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. પૌરાણિક હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારના રોજ સુંદરકાંડ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. નગર અને તાલુકામાં આવેલા હનુમાનજીના વિવિધ મંદિરો ખાતે આજે હનુમાનજીના ભક્તોની દર્શનાથે ભીડ જોવા મળવા સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.