શહેરા સહિત જીલ્લાના શિવાલયોમાં શ્રાવણના સોમવારે ભકતોની ભારે ભીડ

શહેરા,શહેરા સહીત જીલ્લાના શિવાલયો બમ બમ ભોલેનાથના નાંદ થી ગુંજી ઉઠ્યા હતા. જ્યારે શ્રાવણ માસના બીજા સોમવારે જીલ્લાનું પૌરાણિક મરડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

શહેરા સહીત જીલ્લામાં શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયો બમ બમ ભોલે નાંદ થી ગુંજી ઉઠયા હતા. જ્યારે જીલ્લાનું પૌરાણિક સ્વયંભુ મરડેશ્ર્વર મહાદેવ ના દર્શનનું શ્રાવણ મહિનામાં વિશેષ મહત્વ રહેલું હોવા સાથે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી અહીં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. મરડેશ્ર્વર મહાદેવને બીલીપત્ર અને જળ ચઢાવીને પૂજા અર્ચન કરી હતી. ઓમની પ્રતિકૃતિ સતત ગંગાજળનું વહેણ (જલાધારિ) ધરાવતું અને 8 ફૂંટ ઉંચાઇ અને 8 ફૂટ પહોળા અને રૂદ્રાક્ષ જેવી ભાત ધરાવતા મરડેશ્ર્વર મહાદેવના શિવલીંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દૂર દૂરથી તેમજ અન્ય રાજ્ય માંથી પણ આજે મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવ્યા હતા.