શહેરા,શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈને એકત્રીત થયા હતા. રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણી પહેલા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનો વહેલી તકે નિકાલ કરે એવી આશા કર્મચારીઓ રાખી રહ્યા હતા.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્ર્નોને લઈને એકત્રીત થયા હતા.આવનાર દિવસોમાં વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ આંદોલન કરી શકે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓ ના પડતર પ્રશ્ર્નો જેવા કે વન રક્ષક/વનપાલની ભરતી બઢતી નો રેસીઓ વધારવા, લાયકાત ધરાવતા વન રક્ષક/વનપાલ ને સમયસર બઢતી આપવા, વન રક્ષક વનપાલને 665/-ની જ્ગ્યાએ બેઝિક પગાર મૂજબ રજા પગાર ચૂકવવા તેમજ રજા પગાર 48 દિવસની જગ્યાએ વર્ષ ની મળવા પાત્ર તમામ જાહેર રજાનો રજા પગાર આપવા અને માંદગી સબબ/પતિ પત્નીના કેશમાં તેમજ અમુક પારિવારિક જવાબદારીના કારણે બદલી કરી આપવા સહિતના અન્ય મુદ્દાઓ નો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી પહેલા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓની વિવિઘ માંગણીઓની વહેલી તકે રાજ્ય સરકાર સ્વીકારે એવી આશા રાખી રહ્યા હતા.