શહેરા, શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. જ્યારે મોડલ સ્કૂલ ખાતે વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઇ ભરવાડ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા અને ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ તેમજ સ્થળ સંચાલક સહિતનાઓ એ ધોરણ 10 ની પરીક્ષા આપતા પરીક્ષાાર્થીઓને ગુલાબનું ફૂલ અને મોં મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રથમ પેપર પૂર્ણ થયું હતુ