શહેરા,
શહેરા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા માંવઠાની અસર જોવા મળી હતી. બદલાયેલા વાતાવરણના પગલે ખેડૂતો ચિંતિત થઇ ઉઠ્યા હતા.
પંચમહાલ જિલ્લાના શહેરા સહિત આસપાસના વિસ્તારમાં બુધવારની સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. કમોસમી વરસાદ શરૂ થતા ભરમાગશરમાં અષાઢી માહોલ છવાયો હતો. સાથે જ વાતાવરણમાં શિયાળાની શીતળતામાં વધારો જોવા મળ્યો હતો. જોકે, માવઠાના પગલે ખરીફ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી હોવાથી ખેડૂતો પણ ચિંતિત થઈ ઉઠ્યા હતા.