શહેરા,શહેરા તાલુકા મથક ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. ધનવંતરી આરોગ્ય રથના ડોક્ટર શીતલબેન તથા આરોગ્ય સંજીવનીના ડોક્ટર વિશાલ પરમાર એ હોસ્પિટલ ખાતે સારવાર લેતા દર્દીઓના સગા સંબંધીઓને બીપી,ડાયાબિટીસ તેમજ ઓક્સિજન સહિત આરોગ્ય લક્ષી વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપી હતી. આ મધર્સ ડે ની ઉજવણીમાં હોસ્પિટલનો સ્ટાફ, આરોગ્ય સંજીવની નો સ્ટાફ તેમજ ફાર્માસિસ્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.