શહેરા રામજી મંદિર ખાતે અયોઘ્યાથી આવેલ અભિમંત્રીત અક્ષત કુંભના દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો

શહેરા,શહેરા નગરમાં રામજી મંદિર ખાતે અયોધ્યાથી આવેલા અભિમંત્રીત અક્ષત કુંભનો દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા સંયોજક દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય તેમજ રામ ભક્તો સહિત નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા નગરમાં રામજી મંદિર ખાતે અયોધ્યા થી આવેલા અભિમંત્રીત અક્ષત કુંભના દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લાના સંયોજક દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય, ભાજપ અગ્રણી અંબાલાલભાઈ વાળંદ તેમજ રામ ભક્તો અને વિવિધ સમાજના અગ્રણીઓ એ અભિમંત્રીત અક્ષત કુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અગામી આવનારી પહેલી જાન્યુઆરી થી 15 મી જાન્યુઆરી સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ રામદૂત બની શહેરા નગર તાલુકામાં અક્ષત આમંત્રિત પત્રિકા ઘરે ઘરે જઈને આપશે અને 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામચંદ્ર ભગવાનના મંદિરનું પુન: પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ પણ આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ગોધરાથી વિશ્વ હિન્દુ પરિષદના પંચમહાલ જીલ્લાના સંયોજક દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય અને શહેરા તાલુકા કાર્યવાહ અને નગરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહ્યા હતા.