શહેરા પ્રાન્ત કચેરી ખાતે પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને પાણી સમિતિની બેઠક મળી

શહેરા, શહેરા તાલુકાના ગામોમાં પાણી વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલા પ્રાન્ત કચેરી ખાતે પ્રાંત અધિકારી એન.કે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને મળેલ પાણી સમિતિની બેઠક માં પાણી સમસ્યા અંગેની મહત્વની ચર્ચાઓ કરાઈ હતી. જ્યારે પુરવઠા વિભાગ દ્વારા તાલુકાના વિસ્તારમાં હેન્ડપંપને લગતી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

શહેરા તાલુકા પંથકમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તે પહેલા તાલુકા સેવા સદન માં આવેલ પ્રાન્તકચેરી ખાતે પ્રાન્ત અધિકારી એન.કે.પ્રજાપતિ, મામલતદાર એન.બી.મોદી તેમજ શિરેસ્તદાર દુષ્યંત મહેતા અને તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાની ઉપસ્થિતિમાં પાણી સમિતીની બેઠક મળી હતી. જેમા પાણી પુરવઠા સહિત લાગતા વળગતા તંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ ધારાસભ્યના પીએ રણવીરસિંહ, જીલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીઆ, વિનુભાઈ નાયક સાથે તાલુકામાં પાણીની સમસ્યા છેકે, નહી તેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા વિસ્તારમા હાલ પાણી પુરવઠા દ્વારા તાલુકાના અનેક ગામોમાં હેન્ડપંપ સર્વેની કામગીરી પણ શરૂ કરી દેવામા આવી છે. હેન્ડપંપ જ્યા બંધ હોય ત્યા તાત્કાલિક રિપેર કરવા માટેની સુચનાઓ પ્રાન્ત અધિકારી દ્રારા આપવામાં આવી છે. ઉનાળાની સિઝન અંતિમ ચરણમાં છે. ત્યારે તાલુકાના વિસ્તારમા પાણીના પોકારો વધુના ઊઠે તે માટે પ્રાંત અધિકારી સહિત તાલુકા વહીવટી તંત્ર પ્રયાસો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, તાલુકા વિસ્તારમા પાણી પુરવઠા વિભાગ દ્વારા હેન્ડ પંપ સર્વેની કામગીરી શરૂ છે. ત્યારે તંત્ર દ્વારા હકીકતમાં જે વિસ્તારમા પાણીની કટોકટી હોય ત્યાં હેન્ડ પંપ મૂકવામાં આવે જેથી આનો લાભ ખરા અર્થમાં જેને પાણીની જરૂરિયાત છે, તેને મળી શકે તો નવાઈ જ નહી. પાણી પુરવઠા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં હેન્ડ પંપ સર્વે ની કામગીરી જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરીને વહેલી તકે હેન્ડ પંપો નવા ઊભા કરે તે પણ જરૂરી છે. તાલુકાના ઘણા બધા ગામોમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓને દૂર સુધી પાણી લેવા જવું પડતું હોય ત્યારે પાણીને લગતી અનેક યોજનાઓ ગ્રામ્ય વિસ્તારમાં હોવા છતાં આનો લાભ ગ્રામજનોને જે મળવો જોઈએ તે નહિ મળતો હોય તેમ કહીએ તો નવાઈ નહી.