શહેરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે દિવ્ય રક્ષાબંધન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મકુમારી સુરેખા દીદી , રતન દીદી અને જ્યા દીદીએ અધિકારીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓ ને રાખડી બાંધી હતી.
શહેરામા રક્ષાબંધન પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ પ્રજાજનોમાં જોવા મળી રહ્યો છે ત્યારે નગર પાલિકા વિસ્તારમાં આવેલ શિવમ સોસાયટી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય ખાતે રક્ષાબંધનના પર્વ પહેલા દિવ્ય રક્ષાબંધન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને બ્રહ્માકુમારી સુરેખા દીદી, રતન દીદી અને જ્યા દિદીએ રાખડી બાંધીને આ પર્વના મહત્વ વિશે જણાવ્યું હતું.
જ્યારે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડને પણ રતન દીદી એ રાખડી બાંધી હતી. રક્ષાબંધન પર્વને લઈને તાલુકા સેવાસદન ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ , તાલુકા આરોગ્ય અધિકારી ભરત ભાઈ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તેમજ તાલુકા મથક ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને ફરજ બજાવતા કર્મચારીઓને બ્રહ્માકુમારી રતન દીદી, જયા દીદી એ રાખડી બાંધી હતી. તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વને લઈને અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો છે…
તસ્વીર……શહેરા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ તેમજ તાલુકા મથક ખાતે આવેલ નગર પાલિકા , રેફરલ હોસ્પિટલ,પોલીસ મથક, મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારી ગણને રતન દીદી અને જ્યાદિદી એ રાખડી બાંધી હતી