શહેરા,
પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરા પોલીસ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહીમાં હતી. ત્યારે શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આર.કે.રાજપૂતને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરા પોલીસ મથકના પશુ સંરક્ષણ અધિનિયમના ગુન્હામાં છેલ્લા છ એક માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોધરા શહેરના ઈદગાહ મહોલ્લાનો મહેબુબ અબ્દુલ્લા સબુરીયા ઝોઝ પાટિયા નજીક આવેલ રેડ એપલ હોટલ ઉપર આવેલ છે. જે બાતમીના આધારે પોલીસ ઈન્સપેક્ટર આર.કે.રાજપૂતે શહેરા પોલીસ મથકની સર્વેલન્સ ટીમને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટેની સૂચના આપતા પોલીસ મથકની સર્વેલન્સ ટીમે ઝોઝ પાટિયા નજીક આવેલ રેડ એપલ ખાતે પહોંચી પશુ સંરક્ષણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મહેબુબ સબુરીયાને ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.