શહેરા પોલીસે મથક ખાતે મોહરમ પર્વને લઇને સામાજિક આગેવાનોની શાંતિ સમિતિ બેઠક યોજાઈ

શહેરા, શહેરા માં આગામી શનિવારના રોજ મુસ્લિમ સમાજનો મોહરમનો તહેવાર આવનાર હોવાથી વિવિધ વિસ્તારોમાં તાજીયા જુલુસ નીકળનાર છે. ત્યારે આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોહરમનો આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય અને તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરા નગરના હિન્દૂ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.