શહેરા પોલીસ મથકના પ્રોહિબીશન ગુનાના વોન્ટેડ આરોપીને ખરસાલીયા ચોકડી ખાતેથી પેરોલ સ્કોર્ડ ઝડપ્યો

શહેરા તાલુકા પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી અંગે ફલો સ્કોર્ડને મળેલ બાતમીના આધારે ખરસાલીયા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.

વિસ્તૃત વિગતો મુજબ શહેરા પોલીસ મથકના પ્રોહિબીશન ગુનામાં આરોપી લક્ષ્મણભાઇ ઉર્ફે લખો નારણભાઇ સોલંકી (રહે. ખરસાલીયા, તા.કાલોલ) નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આ આરોપી અંગે પેરોલ ફલો સ્કોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ખરસાલીયા ચોકડી વેજલપુર પાસે ઉભો હોય તેવી બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી શહેરા પોલીસને સોંપવામાં આવ્યો.