શહેરા, શહેરા પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમના ત્રણ ગુનામાં સંડોવાયેલા મુસ્તકીમ શેખની પાસા હેઠળ અટકાયત કરીને પાલરા ખાસ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા ત્રણ ગુનામાં સંડોવાયેલા હોય તેવા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરતા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છુપી રીતે ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે નગર વિસ્તારમાં હુસેની ચોક વિસ્તારમાં રહેતા મુસ્તકીમ મૂર્તુઝા ઉર્ફે મુસ્તુફા શેખ સામે પાસા હેઠળ કાર્યવાહી થાય તે માટે પોલીસે જીલ્લા કલેકટરને દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવી હતી. જ્યારે મુસ્તકીમ શેખની સામે પશુ સંરક્ષણ અધિનિયમના ત્રણ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી જીલ્લા મેજીસ્ટ્રેટ આશિષ કુમારએ પાસાની દરખાસ્ત મંજુર કરી હતી. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસ મથકમાં ફરજ બજાવતા વિપુલ જાદવ, રમેશભાઈ પુજાભાઈ, વિજયભાઈ વિક્રમભાઈ તેમજ લક્ષ્મણભાઈ લાભુભાઈ સહિતના સ્ટાફ એ હોળી ચકલા વિસ્તારમાં વોચ ગોઠવેલ તે દરમિયાન મુસ્તકીમ શેખ મળી આવતા પાસા હેઠળ અટકાયત કરીને પાલરા ખાસ જેલ કચ્છ ભુજ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. જે રીતે પોલીસ દ્વારા ત્રણ ગુનામાં સંડોવાયેલા હોય તેવા માથાભારે ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.