શહેરા, શહેરા તાલુકાના માતરીયા વ્યાસના આરોપી વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ હોય તેથી આરોપી અંગે પેરોલ સ્કોર્ડને મળેલ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના માતરીયા વ્યાસ ગામે રહેતા આરોપી દિપક ઉર્ફે સુનિલ ઉર્ફે જેણો રણજીતસિંહ બારીયા વિરૂદ્ધ શહેરા પોલીસ મથકે પોકસો અને અપહરણની ફરિયાદ નોંધાયેલ હોય અને આ ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ હોય આરોપી અંગે પેરોલ સ્કોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ઈસમ હાલ કુબડથલ તા. દશકોઇ, અમદાવાદ ખાતે રહેતો હોય તેવી ચોકકસ બાતમીના આધારે ઝડપી પાડી શહેરા પોલીસને સોંપવામાં આવ્યો.