શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર જાદવને રાજયના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે ઇ કોપ એવોર્ડ આપવામા આવ્યો હતો. પોલીસ કોન્સટેબલએ પોકેટકોપ વાહન સર્ચ એપની મદદથી વાહનચોરીના 22 ગુનાને શોધીને 6 આરોપીઓને પકડવા બદલ સન્માનિત કરાયા હતા.
શહેરા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર જાદવને ઈ કોપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે. ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે આ એવોર્ડ આપવામા આવ્યો છે. પોકેટકોપ વાહન સર્ચ એપની મદદથી વાહનચોરીના 22 ગુનાને શોધીને 6 આરોપીઓને પકડવા સાથે પંચમહાલ જીલ્લાના 13, મહિસાગર જીલ્લાના 4, વડોદરા ગ્રામ્યના 4, અમદાવાદ શહેરના 1 તેમ મળીને વાહન ચોરીના 22 ગુના શોધી કાઢયા હતા. વાહનચોરીના ભેદ ઉકેલવાની શ્રેષ્ઠ કામગીરી બદલ તેમને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના વરદ હસ્તે ઈ-કોપ એવોર્ડ આપવામા આવ્યો છે.
પોલીસ કોસ્ટેબલ વિપુલ જાદવને ઈ કોપ એવોર્ડ મળતા તેમની સાથે પરત બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા તેમને અભિનંદન પાઠવામાં આવી રહ્યા હતા. જોકે,શહેરા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા વિપુલ જાદવની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે તેઓ દ્વારા સારી કામગીરી કરવાને લઈને પ્રજાજનોમાં પણ તેમની એક સારી છાપ ઊભી થઈ છે.