- પાસ પરમીટ વિના ગેરકાયદેસર હેરફેર કરવામાં આવતાં રૂા. 1.25 લાખનો દંડ ફટકારવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ.
- ટ્રક માલિક સહીત અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથધરી.
- બે દિવસ પૂર્વે શહેરા મામલતદાર વિરૂદ્ધ નાણાંં ઉધરાવી આપવાના આક્ષેપ યુકત રજુઆત કરાયાના ગણતરીના કલાકોમાં મામલતદાર દ્વારા એકશન.
શહેરા, બે દિવસ પૂર્વે શહેરા મામલતદાર વિરૂદ્ધ નાણાંં ઉધરાવી આપવાના આક્ષેપ યુકત રજુઆત કરાયાના ગણતરીના કલાકોમાં મામલતદાર દ્વારા સપાટો બોલાવવામાં આવતાં ખનિજ માફિયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. ખનિજ સંપતિથી સમૃદ્ર ગણાતાં શહેરા તાલુકાના મોરવા (રેણા) વિસ્તાર માંથી ગ્રેનાઈટ પથ્થર ભરેલી ઓવર લોડેડ ટ્રક તથા ગેરકાયદેસર સંંબધીત શહેરા મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજીત 60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને અને રૂા. 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આમ, ખાણ ખનીજના રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ મથકે ટ્રક માલિક સહીત અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથધરી હતી.
પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકાના વાડી વલ્લભપુર ખનિજ સંપતિ માટેનો મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. અને સરકારને સારી એવી આવક પણ પ્રાપ્ત થાય છે. પરંતુ સરકારના નીતિ નિયમોને બાદ કરીને આડેધડ કાંતો ગેરકાયદેસર રીતે ખનિજ સં5તિની તસ્કરી કરીને બેફામ ખનિજ માફિયાઓને છેલ્લા કેટલાક સમયથી મોકળુ મેદાન મળી રહ્યું છે. ત્યારે અવારનવાર તંંત્ર દ્વારા આવા બેફામ ખનિજ સંપતિનું ખનન કરનારા માફિયાઓને ઝબ્બે કરવા આકસ્મિક તપાસણી તથા કાર્યવાહી કરવા છતાં બધી મીટવાનું નામ લેતું નથી. ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સરકારના નિયમોને ભંગ કરનારા ખનિજ માફિયાઓને ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર શહેરા તાલુકા વિસ્તારમાં મંગળવારની રાત્રીએ ખાણખનિજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ રામાણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મોરવા (રેણા) વિસ્તાર માંથી ગ્રેનાઈટ પથ્થર ભરેલી ટ્રક નીકળી છે, જે ઓવરલોડ છે આથી તે ગાડીને પકડી પાડી ઓવરલોડ વજનના કારણે અંદાજીત એક લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો. તો બીજી એક ટ્રકમાં ગેરકાયદેસર સફેદ પથ્થરભરી પસાર થઈ રહી છે. આથી રોયલ્ટી ઈન્સ્પેક્ટર હિતેશ રામાણી, પૃથ્વીરાજસિંહ તેમજ સ્ટાફના માણસોએ પીછો કરી બસ મથક વિસ્તારમાં પકડી પાડી હતી અને પાસ પરમીટ ન હોવાથી ટ્રક ડીટેઈન કરી સવા લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને મામલતદાર કચેરીમાં કાર્યરત સિક્યોરિટીની હાજરીમાં ટ્રક મુકાવી હતી. મામલતદાર કચેરીના પટાંગણ માંથી અજાણ્યા વ્યક્તિ રાત્રીના સમયે ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ ખાણખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને થતા બુધવારના રોજ શહેરા પોલીસ મથકે આ મામલે ટ્રક માલિક સહિત આમાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી થાય તે માટે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથધરી હતી. પોલીસે ટ્રક અને ગેરકાયદેસર ટ્રક લઈ જનાર સામે તપાસમાં ચક્રોગતિમાન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ખાણ ખનીજ વિભાગ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિતેશ રામાણી એ જણાવ્યું હતું કે, એઝાઝ બંગલાવાળાની ટ્રક ડીટેઈન કરી હતી. અને મામલતદાર કચેરી માંથી ટ્રક લઈને ફરાર અજાણ્યા વ્યક્તિ થઈ ગયો છે. મારા દ્વારા પોલીસમાં ખાતે ટ્રક માલિક તેમજ આમા સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ હું આપી રહ્યો છું. ખાણ ખનીજ વિભાગ દ્વારા જે રીતે તાલુકા પંથકમાં ગેરકાયદેસર ખનીજ સામે કાર્યવાહી કરવામાં આવી છે, બીજી તરફ તાલુકા સેવા સદન માંથી ટ્રક લઈને અજાણ્યા ઈસમ ફરાર થઈ જતા હવે જોવું રહ્યું કે, પોલીસ તંત્ર દ્વારા આ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરીને ક્યારે ટ્રક માલિક સહિત અન્યને પકડી પાડે છે.
અંદાજે રૂા. 60 લાખનો મુદ્દામાલ જપ્ત…..
ગઇકાલે શહેરા તાલુકાના વાડી વલ્લભપુર થી ગોધરા તરફ જઈ રહેલી એક સફેદ પથ્થર ભરેલ ડમ્પર અને એક ટ્રેલર નં.જીજે.02.ઝેડઝેડ.4495 જે શહેરાથી લુણાવાડા તરફ ગ્રેનાઇટ પથ્થર ભરી જઈ રહ્યા હતા. જેથી આ બંને સાધનોની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ખનીજની રોયલ્ટી પાસ કરતા વધારે આઠ ટન ગ્રેનાઇટ પથ્થર ઓવરલોડ ભર્યા હતા. જેથી આ બંને ઓવરલોડ સાધનોને શહેરા તાલુકાના મામલતદાર કચેરી અને ગોધરા શહેરના કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંદાજે રૂા. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.