શહેરા પાસે લુણાવાડા હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં અફડા તફડી મચી

શહેરા પાસે આવેલ લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચ.પી પેટ્રોલ પંપ પાસે આજરોજ એક શિક્ષક પોતાની ફોર વ્હીલ ગાડી લઈને પેટ્રોલ પંપ ઉપર હવા ભરાવવા માટે ગયા હતા. ત્યારે ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી જવા પામી હતી. જોત જોતામાં ફોર વ્હીલ ગાડી ભડભડ સળગવા લાગી હતી. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડને જાણ કરતા શહેરા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળ ઉપર પહોંચી અને ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ફોર વ્હીલ ગાડીમાં સવાર શિક્ષક સહિત અન્ય એક જણનો આબાદ બચાવ થયો હતો.

શહેરા પાસે આવેલ લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચ.પી પેટ્રોલ પંપ ફોર વ્હીલ ગાડીમાં આગ એટલી વિકરાળ હતી કે જેના લીધે ફોર વ્હીલ ગાડી બાળીને રાખ થઈ ગઈ હતી. બીજી બાજુ ફોર વ્હીલ ગાડીના આગના બનાવને લઈને શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કલાકો સુધી ટ્રાફિક જામ રહી હતી. બીજી બાજુ શહેરાના હાઇવે માર્ગ ઉપર આવેલ એચપી પેટ્રોલ પંપ પાસે એક ફોર વ્હીલ ગાડીમાં આકસ્મિક આગ લાગતાં અફડા તફડી મચી જવા પામી હતી. અંને આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી બાજુ શહેરા હાઇવે માર્ગ ઉપર આગની ઘટનાના પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થવા પામી હતી. જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોની સતેજતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે આગના કારણે ફોર વ્હીલ ગાડી બળીને રાખ થઈ ગઈ હતી.

ત્યારે સમગ્ર ઘટનાને લઈને શહેરા લુણાવાડા રોડ ઉપર આવેલી એચપી પેટ્રોલ પંપ ઉપર એક ફોર વ્હીલ ગાડીમાં આગના બનાવને લઈને શિક્ષક ભરતભાઈ રત્નાભાઇ બારીયાએ જણાવ્યું હતું કે તેઓ આજરોજ પોતાના ઘરેથી એચપી પેટ્રોલ પંપ ઉપર હવા ભરાવવા ગયા હતા. ત્યારબાદ તેઓ શહેરા તાલુકામાં આવેલા છાયણા પ્રાથમિક શાળા માં જવાના હતા ત્યારે આકસ્મિક રીતે ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતા ફોર વ્હીલ ગાડી ભડભડ સળગવા લાગી હતી. જોકે આગના બનાવમાં ભરતભાઈ બારીયા સહિત અન્ય એકનો આબાદ રીતે બચાવ થયો હતો. જ્યારે બનાવની જાણ થતાં શહેરા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ફોર વ્હીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.