શહેરા,
શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર પાનમ પાટીયા થી પાનમ ડેમ તરફ જવાનો રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા ઉપર પડેલ મસમોટા ખાડાઓ ની મરામત તંત્ર વહેલી તકે કરે તેમ અહીથી પસાર થતા વાહનચાલકો ઇચ્છી રહયા છે.
શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર પાનમ પાટીયા થી પાનમ ડેમ અને ઉડાંરા તરફ ૩૦થી વધુ ગામને જોડતો રસ્તો પાછલા કેટલાક સમયથી બિસમાર બનતા અહીંથી પસાર થતા વાહનચાલકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ડામર રસ્તા ઉપર મસમોટા ખાડાઓ તેમજ અમુક જગ્યાએ સંપૂર્ણ રસ્તો તુટી જવાના કારણે નાના-મોટા વાહનચાલકો માટે કમરતોડ સાબિત થઈ રહયો છે.આ રસ્તો નવીન બને કે પછી રસ્તાની મરામત તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે તે જરી લાગી રહયુ છે. સંતરામપુર તરફ અને સુલીયાત મોરા તરફ જવાનો ટૂંકો માર્ગ હોવા સાથે જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ તરફ પણ આ રસ્તો જતો હોવાથી અહી વાહનોની અવરજવર પણ રહેતી હોય છે. માર્ગ અને મકાન વિભાગ આ બિસ્માર રસ્તાની મરામત ક્યારે કરશે તે જોવુજ બની રહયુ છે.