શહેરા,શહેરા સનાતન હિન્દુ સમાજ દ્વારા પાલીકાના ટાઉનહોલ ખાતે શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામા આવ્યુ છે. જેમા વક્તા તરીકે ભારતીબાપુ ઉપસ્થિત રહેનાર છે. 25 એપ્રિલના રોજ કથા પ્રારંભ કરાશે અને 1 મેના રોજ કથાનો વિરામ કરવામા આવશે. તેમજ કથા 3.30 થી 3.70 કલાક સુધી ચાલનાર છે. મરડેશ્ર્વર મંદિરના સંત શ્યામનારાયણ ગિરીજી, પ્રેમદાસ બાપુ, ઉદાસીન અખાડા વડોદરા સહિત ગામના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહેનાર છે. કથામાં સતી પ્રાગ્ટય, પાર્વતી જન્મોત્સવ, કાર્તિકેય જન્મોત્સવ, શિવ વિવાહ, ગણેશ જન્મોત્સવ, હનુમાન પ્રાગટ્ય વગેરે પ્રસંગોને આવરી લેવામા આવશે અને સાત દિવસ સુધી આ ધાર્મિક કાર્યકમ ચાલશે.