શહેરા પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા ખાણીપીણીની લારીઓ અને હોટલો ઉપર ચેકીંગ કરાયુંં

શહેરા નગર પાલિકા દ્વારા ચોમાસાની સીઝનને ધ્યાનમાં લઈ પાલિકા સેનેટરી ઈન્સ્પેકટર અને ટીમ દ્વારા પાલિકાના વિસ્તારની ખાણીપીણીની લારીઓ તેમજ હોટલો ઉપર આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું. ખાદ્ય પદાર્થ ઢાંકી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી.

ચોમાસાની સીઝનમાં ઝાડા ઉલટીના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે શહેરા પાલિકાની સેનેટરી વિભાગની ટીમ દ્વારા આજરોજ ખાણીપીણીની લારીઓ તેમજ હોટલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી. લારીઓ તેમજ હોટલોના માલિકોને વેપારીઓને સાફસફાઈ માટે સુચના આપવામાં આવ્યું. સાથે વાસી ખોરાક વેચાણ નહિ કરવા તેમજ ખાદ્ય પદાર્થને ઢાંકી રાખવા સુચના આપવામાં આવી તેમજ ખાદ્ય પદાર્થ ખુલ્લા રાખતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.