શહેરા પાલિકાની સરકારી કચેરીઓ, શાળાઓ તેમજ મિલ્કત ધારકો વેરા વસુલાત કરી

  • વેરો નહિ ભરતાં પાલિકાએ 3 દુકાનો સીઝ કરી.

શહેરા,,શહેરા નગર પાલિકા દ્વારા માર્ચ મહિનાને લઈને કડક વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સરકારી કચેરીઓ તેમજ શાળાઓ અને મિલ્કત ધારકો પાસે વેરો વસુલવામાં આવી રહયો છે. પાલીકા દ્વારા અંદાજીત 192 લાખની વેરા વસુલાત માંથી 130લાખ રૂપિયા જેટલી રકમ વસુલાત કરવા સાથે વેરો નહિ ભરતા ત્રણ જેટલી દુકાનો સીલ મારવામાં આવી હતી.

શહેરા નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત 1 કરોડ 92લાખનો વેરો સરકારી કચેરીઓ શાળાઓ અને મોટા બિલ્ડરો તેમજ મિલ્કત ધારકો પાસે વસુલાત કરવા માટે પાલિકા એકસન મૂડમાં આવી ગઇ હતી. જે અનુસંધાનમાં માર્ચ મહિનાના પાલિકા તંત્રને આત્મજ્ઞાન લાધ્યું હોય એમ એકદમ સફાળા જાગી બાકી વેરાની વસુલાત માટે કડક ઉઘરાણી હાથધરી હતી. જેમાં સરકારી કચેરીઓ અને પાલિકામાં સમાવિષ્ટ શાળાઓ તેમજ મિલ્કત ધારકો પાસેથી વેરાની વસુલાત કરવામાં આવવા સાથે પાલિકા દ્વારા અનેક વખત કહેવા છતાં મિલ્કત ધારક એ વેરો સમયસર નહિ ભરતા નગરના વિસ્તારમાં આવેલી ત્રણ જેટલી દુકાનો સીલ મારવામાં આવી હતી. હાલમાં નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવીને પાલિકા દ્વારા કડક વેરા વસૂલાત કરવામાં આવી રહી છે.અત્રે નોંધનીય છે કે હજી પણ પાલીકા ને અંદાજીત 60 લાખ ઉપરાંતની રકમનો વેરો ઉઘરાવવા નો બાકી પડે છે. નગર વિસ્તારમાં મોટી વ્યવસાયલક્ષી ઇમારતો આવેલી છે. શુ તેનો વેરો ભરાઈ ગયેલો છે કે બાકી છે ? અને શું તેના માટેની ઉઘરાણી કડકાઈ થી થશે કે કેમ એ જોવાનું બની રહયુ છે. ઘણા મિલ્કત ધારકોનો વેરો બાકી છે, ત્યારે નગરપાલિકા દ્વારા કોઈપણ સહેજ શરમ વગર કડક વેરા વસૂલાત કરે તો નવાઈ જ નહિ.