શહેરા પાલિકા નજીક લાખોના ખર્ચે બનેલ જાહેર શૌચાલયને લાગેલ તાળા ખોલવામાં આવે તે જરૂરી

શહેરા, શહેરા નગરપાલિકા કચેરીથી થોડે દૂર પાણીના સંપની ની સામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ જાહેર શૌચાલયને પાછલા એક વર્ષ ઉપરાંતથી ખંભાત થી તાળા લાગેલ છે. પાલિકા દ્વારા આ જાહેર શૌચાલય ના દરવાજા ઉપર લાગેલ તાળા ખોલવામાં આવેતો પસાર થતા રાહદારીઓ ઉપયોગ કરી શકે તેમ છે.

શહેરા નગરપાલિકા કચેરીથી થોડે દૂર પાણીના સંપની સામે પસાર થતા નાડા રોડને અડીને પાલિકા દ્વારા વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું. જોકે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ જાહેર શૌચાલય કોઈ ઉપયોગમાં લઇ ન શકે એવી પરિસ્થિતિ હાલ જોવા મળવા સાથે દરવાજાને ખંભાતી તાળા લાગેલ જોવા મળી રહ્યા હતા. જોકે, આ રસ્તા ઉપર લોકોની અવરજવર પણ રહેતી હોય ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ જાહેર શૌચાલયને લોકો ઉપયોગ કરી શકે તે માટે વિચારવું જોઈએ તે પણ જરૂરી છે. આ શૌચાલય રાહદારીઓ માટે શોભાના ગાંઠિયા સમાન બની રહયું હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આ જાહેર શૌચાલય લોકઉપયોગી બને એ માટે દરવાજા પર લાગેલ ખંભાતી તાળા ખોલવામાં આવે તો રાહદારીઓ પણ આનો ઉપયોગ કરી શકે તો નવાઈ નહી.