શહેરા,શહેરા નગર પાલિકાના રોજમદાર તરીકે ફરજ બજાવતા 38 જેટલા સફાઈ કામદારો લઘુત્તમ વેતન સહિતની અન્ય માર્ગને લઈને ગુરૂવાર ના રોજ હડતાલ પર ઉતર્યા હતા. હડતાલ પર ઉતરેલા 38 જેટલા સફાઈ કામદારો પાલિકા કચેરી ખાતે બેનરો સાથે બેસીને તેમની માંગણી ચીફ ઓફિસર વહેલી તકે સ્વીકારે એવી માંગ કરી રહ્યા હતા.
જોકે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાલુ માસ દરમિયાન 1500 રૂપિયા જેટલો પગાર વધારો તમામ રોજમદારોનો કરવામાં આવ્યો હતો. પાલિકામાં સારી એવી આવક થશે તો જુલાઈ માસમાં તેમને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવશે અને આવનાર દિવસોમાં 16 જેટલા સફાઈ કામદારોને કાયમી કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. હાલ તો પાલિકાના સફાઈ કામદારો તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા નગર વિસ્તારની સફાઈ સેવા પર થોડીગણી અસર થવા પામી હતી.