શહેરાના પાલિકાના પાટીયા ગામ પાસે પાણીની લાઈન માંથી હજારો લીટર પાણીનો વેડફાટ

શહેરા,શહેરા નગરપાલિકાના પરા વિસ્તારમાં પટીયા ગામ પાસે પીવાના પાણીની લાઈન માંથી હજારો લિટર પાણી વેડફાઈ રહયુ હતુ. નગરના અમુક વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી હોય તેવા સમયે અહીં પાણીનો બગાડ થતો જોવા મળી રહ્યો હતો.

શહેરા નગરપાલિકાના પરા વિસ્તાર પટીયા ગામ પાસે પીવાના પાણીની લાઈનમા માંથી હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહયો હતો. પાણીનો ઊંચો ફુવારો ઉડવા સાથે ચોખ્ખું પાણી ખુલ્લા ખેતરોમાં વહી રહયું હતું. એક તરફ નગરના અમુક વિસ્તારમાં પાણીની સમસ્યાથી અનેક લોકો હેરાન પરેશાન હોય બીજી તરફ પાણીની લાઈન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો હતો. નગરજનો ને જરૂરિયાત મુજબનું પાણી ન મળતું હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવે અને નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય નહીં એ માટેનું વ્યસ્થિત આયોજન કરે તેવી માંગ જાગૃત નાગરિકો માંથી ઉઠી રહી હતી. સરકારી તંત્ર પાણી બચાવો તે માટે અનેક જાહેરાતો કરવા સાથે મસ મોટો ખર્ચો પણ કરવામાં આવતો હોય છે બીજી તરફ સરકારી તંત્રના અધિકારીઓ ની આળસ ના કારણે પાણીનો બચાવ થવાની જગ્યાએ વેડફાટ થઈ રહયો હતો.