શહેરા,શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ નવમતદાતા સંમેલન તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
રાષ્ટ્રીય મતદાતા દિવસને લઈને શહેરા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ તાલુકા ભાજપ દ્વારા નવમતદાતા સંમેલન તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમની શરૂઆત તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, ભાજપ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ, તાલુકા મહામંત્રી સંજયભાઇ બારીયા, નટવરભાઇ, યુવા મોરચાના પ્રમુખ કિરીટભાઇ બારીયા અને નગર યુવા મોરચા પ્રમુખ મયુર શાહના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. નગર અને તાલુકા માંથી ઉપસ્થિત ભાજપ અગ્રણીઓને કાર્યકરોને નવા મતદારોને ભાજપમાં જોડાવા તેમજ આગામી લોકસભાની ચૂંટણીને લગતી મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી અગાઉ તાલુકા ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોય એમ કહીએ તો નવાઇ નહી.