શહેરા,શહેરા પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર જીતેન્દ્રસિંહ રાઠોડને માહિતી મળી હતી કે, અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ બાયપાસ રોડ પર એક ડેઈલ સર્વિસ ટ્રાન્સ્પોર્ટના ટેમ્પોમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ભરીને આવેલ છે. જે બાતમીના આધારે પાલિકાના સેનટરી ઈન્સ્પેકટર સહિત તેઓની ટીમે તપાસ હાથ ધરતા માહિતી મુજબનો ટેમ્પો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરવામાં આવતા તેમાં અન્ય માલસામાનની સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. જેમાં 3 બેગ પ્લાસ્ટિમની ચમચી, 3 કાર્ટુન પ્લાસ્ટિકના ગ્લાસ સાથે સીંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવતી થર્મોકોલ ડીસના 3 કાર્ટુન અને થેલીઓની 3 બેગ મળી અંદાજિત 300 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જેને પાલિકાની ટીમે કબ્જે લઈ તમામ જથ્થો પાલિકા કચેરી ખાતે લાવી આ જથ્થો મોકલનાર વેપારી પાસેથી રૂ.25 હજાર જેટલી દંડની રકમની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ ટેમ્પા ચાલકની પુછપરછ દરમિયાન આ પ્લાસ્ટિકનો જથ્થો ગોધરા શહેરના ગીદવાણી રોડ પર આવેલ રામદેવ પ્લાસ્ટિના વેપારી પાસેથી ભરે લાવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.જેને લઈ પાલિકાએ ઝડપી પાડેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકન જથ્થાનો અહેવાલ જી.પી.સી.બી.ને મોકલી આપી વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે જાણ કરી હતી.