શહેરા પાલિકા કચેરીમાં કોરોનાની એન્ટ્રી થી ફફડાટ : વેરા વસુલાત વિભાગના કલાર્કનું કોરોના થી મોત

શહેરા,
શહેરા નગર પાલિકા કચેરી ખાતે કોરોનાની એન્ટ્રી થતા અહી ફરજ બજાવતા સ્ટાફ મા ફફડાટ ફેલાયો છે.વેરા વસૂલાત વિભાગના ક્લાર્કનું કોરોનાથી મોત નિપજ્યુ હતું.

શહેરામાં કોરોનાના સંક્રમણના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. નગર પાલિકા કચેરી ખાતે કોરોનાની એન્ટ્રી થઈ હતી. વેરા વસૂલાત વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સરજુભાઈ મકવાણાની તબિયત અચાનક લથડી હતી. વડોદરા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેઓની સારવાર ચાલી રહી હતી. ગુરૂવાર ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આરોગ્ય વિભાગ ટીમો બનાવીને કોરોના દર્દીઓ ના વિસ્તારમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામા આવે તે હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહયુ છે. જે રીતે કોરોના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી હોવાથી પ્રજાજનો પણ કામ વગર ઘરની બહાર નહી નીકળીને પોતાની સુરક્ષા પોતે રાખે તે હાલની પરિસ્થિતિ જોતા જરૂરી લાગી રહયુ છે.