શહેરાના ભુણીદ્રા ગામે દેલુચીયા મહારાજના ડુંગર ખાતે 75માં વનમહોત્સવની ઉજવણી કરાઈ

શહેરા તાલુકાના ભુણીદ્રા ગામના દેલુચીયા મહારાજ ના ડુંગર ખાતે તાલુકા કક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી જીલ્લા ઉપપ્રમુખ જીગ્નેશ પાઠકની ઉપસ્થિતિમાં કરાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ સહિત પદાધિકારીઓના હસ્તે વિવિઘ છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શહેરા તાલુકાના ભુણીદ્રા ગામના દેલુચીયા મહારાજના ડુંગર ના પટાંગણમાં રેન્જના સામાજીક વનીકરણ વિભાગ દ્વારા તાલુકાકક્ષાના 75માં વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠકના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ પુંજી બેન હાજાભાઇ ચારણ, જીલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીઆ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહ અને કાર્યક્રમના અધ્યક્ષ જીગ્નેશભાઈ પાઠકના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરીને ઉપસ્થિત સૌનું સ્વાગત કરાયું હતું.

પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ હોદ્દેદારોએ કોરોના જેવા સમયે ઓક્સિજનની અછતના કારણે કેટલાક લોકોના મોત થયાની વાત કરી પર્યાવરણને બચાવવા વૃક્ષોનું નિકંદન થતું અટકાવી સૌ કોઈને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની અપીલ કરી પર્યાવરણને લગતો સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં દેલુચીયા મહારાજના ડુંગર ઉપર ઉપસ્થિત મહાનુભવો દ્વારા વડ,પીપળ,આંબો, લીમડો , આસોપાલવ અને બદામ સહિતના વિવિધ છોડોનું વાવેતર કરાયું હતું. ગ્રામજનોને પણ અલગ અલગ પ્રકારના 2000 જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ 75માં વન મહોત્સવની ઉજવણી પ્રસંગે શહેરા વિસ્તરણ આર.એફ.ઓ.અમિત ચૌધરી, વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ, તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, ભાજપ અગ્રણી રંગીતસિંહ પગી, પર્વતસિંહ ચૌહાણ, રાકેશ ચૌહાણ હાજાભાઇ ચારણ તેમજ જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, તાલુકાના સરપંચો સહિત વનવિભાગના કર્મચારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.