શહેરા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો: વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી.

  • કમોસમી વરસાદના થતા લોકોને ગરમી માંથી મળી રાહત.
  • માવઠું થતા ખેડૂતોના તૈયાર થયેલ પાકને નુકસાન જવાની ભીતિ .

શહેરા,શહેરામાં ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા પાકને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા.

શહેરામાં ઉનાળામાં વાતાવરણમાં પલટો આવતા ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થતા ગરમી માંથી રાહત લોકોને થવા સાથે છત્રી લઈને નીકળવાનો વાળો લોકોને આવ્યો હતો. જોકે, બદલાયેલા વાતાવરણના પગલે ઉનાળામાં માવઠું થતા કેરી તેમજ શાકભાજી સહિતના અન્ય પાકને લઈને ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા હતા. જોકે, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તેવા સમયે કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી લગ્ન પ્રસંગોમાં કમોસમી વરસાદ શરૂ થતા મંડપ પલડી ગયા હતા. ભરઉનાળામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોને ચોમાસાની ઋતુનું આગમન થયેલ હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.