શહેરા,શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે ગુજરાત રાજ્ય પેન્શનર ફેડરેશનના પ્રમુખ નિર્મળસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની સાધારણ સભા અને સન્માન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી આપવામાં આવતી નથી. તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે તેવા પેન્શનરોના વિવિધ પડતર પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી,સાથે જ સરકાર દ્વારા પેન્શનરોના મોંઘવારીના પ્રશ્ર્નનો વહેલીતકે ઉકેલ લાવવામાં આવી તેવી માંગ કરાઈ હતી. આ ઉપરાંત યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત નિવૃત્ત કર્મચારીઓ પૈકી તા.1 જાન્યુઆરી 1952 થી 31 માર્ચ 1953 સુધીમાં જન્મેલા હોય અને જેમણે 70 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું પણ મહાનુભવો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યો સહિત નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.