શહેરા,
જોકે તાલુકા પંચાયતની ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસની સાથે અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી ચાર બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામશે. જ્યારે નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામશે.
હાલ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર લાગી ગયા છે. તે જ પ્રકારે પંચમહાલ જિલ્લાના શહેરામાં સમાવેશ થતી જિલ્લા પંચાયતની ૪ બેઠકો અને તાલુકા પંચાયતની ૧૯ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતની ૧૯ બેઠકો પૈકીની ચાર બેઠકો પર અપક્ષના ઉમેદવારો પણ મેદાનમાં ઉતર્યા છે. તો નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર ભાજપ અને અપક્ષના ઉમેદવારો ચુંટણી મેદાનમાં છે. ત્યારે આ તમામ સંસ્થાઓની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને સમર્થકો દ્વારા પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પુરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે અને ગામેગામ મીટીંગો તેમજ ઘરે-ઘરે જઈ મતદારોને મનાવીને પોતાના ઉમેદવારોને વિજય અપાવવા માટે મતદારોને પ્રલોભનો આપતા હોય તેવું જણાય છે અને છેલ્લા દિવસે મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે જે તે ઉમેદવાર તેમજ તેમના સમર્થકો દ્વારા મતદારોને દારૂ અને પૈસાના પ્રલોભનો આપીને મતદારોને ખરીદવાના પ્રત્યનો પણ ચાલશે તેવું પણ જણાય છે. તો મતદારો પાસેથી મત મેળવ્યા બાદ મતદારોના કામો કરવાનું ભૂલીને પોતાનો વિકાસ કરવામાં લાગી જશે અને પછી પાંચ વર્ષ બાદ ફરી ચૂંટણી આવશે ત્યારે પણ આ જ પ્રકારે મતદારો પાસે આવીને પ્રલોભનો આપીને વોટ મેળવી લેશે તેવું જણાય છે. હવે જોવું રહ્યું કે મતદારો કયા પક્ષના અને કેવા ઉમેદવારોને વિજય બનાવે છે. તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે.