શહેરા નગર વિસ્તારમાં વધતી જતી પીવાના પાણી સમસ્યા હલ કરવા પાલિકા દ્વારા આયોજન કરવામાં આવે તેવી માંગ નગરજનો માંથી ઉઠવા પામી હતી. જોકે, નગરજનોને જરૂરિયાત મુજબનું પીવાનુ પાણી નહીં મળવાની સમસ્યાથી નગરજનો હેરાન પરેશાન છે.
શહેરા નગરના વિવિધ વિસ્તારમાં પાણીને લગતી બુમો ઉઠવા પામી હતી. નગરમાં પાલિકા દ્વારા સિંધી સોસાયટી, પંચવટી સોસાયટી, શાન્તા કુંજ સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં અનિયમિત પીવાનુ પાણી મળી રહયુ હોવાથી પાલિકા કચેરી ખાતે જાગૃત નગરજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. હાલ તો પીવાના પાણીની સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા સમાન બની જવા સાથે પાણી ના સંપ ખાતે નગરજનો પાણી ક્યારે મળશે.
તેમના વિસ્તારમાં એ પૂછવા માટે દોડધામ કરી રહયા હતા. જોકે, આગામી દિવસોમાં તહેવારો પણ શરૂ થતા હોય ત્યારે નગર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બને તે પહેલા પાલિકાના સત્તાધીશો તેમજ ચીફ ઓફિસર દ્વારા પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે વિચારે તે પણ અત્યંત જરૂરી હાલની પરિસ્થિતિને જોતા જરૂરી લાગી રહયુ છે. નગરના અમુક વિસ્તારમાં ચાર દિવસ બાદ પણ પાલિકા દ્વારા આપવામાં આવતુ પાણી જરૂરિયાત મુજબ નહિ મળતુ હોવાની અનેક બૂમો હાલ ઉઠી રહી હોય ત્યારે પીવાના પાણીની સમસ્યા પાલિકા વહેલી તકે હલ નહી કરેતો મોટી સંખ્યામાં નગરજનો એકત્રીત થઈને પાલિકા કચેરી ખાતે રજૂઆત માટે જઇ શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.