શહેરા નગરમાં આવેલા વૈધનાથ મહાદેવ મંદિર પાસે પસાર થતા રસ્તા ઉપર ગટરના ગંદુ દુર્ગધ મારતા પાણી માંથી શિવ ભક્તોને નીકળવું પડી રહ્યું હોવાથી પાલિકા સામે છુપો આક્રોશ

શહેરા નગરમાં સિંધી ચોકડી થી સરકારી વિનયન કોલેજ થઈને અણીયાદ ગામ તરફ જવાના માર્ગ ઉપર ભૂગર્ભ ગટરના ચેમ્બર પર ઢાંકણું નહીં હોવાથી અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને અકસ્માત થવાનો ડર સતાવી રહયો છે. જોકે, શ્રાવણ માસ શરૂ થઈ ગયો હોય ત્યારે વેધનાથ મહાદેવ મંદિર પાસે પસાર થતા રસ્તા ઉપર ગટરના ગંદુ દુર્ગધ મારતા પાણી માંથી શિવ ભક્તોને નીકળવું પડી રહ્યું હોવાથી પાલિકા સામે છુપો આક્રોશ જોવા મળે તો નવાઈ નહી.

શહેરા નગરમાં સિંધી ચોકડી થી સરકારી વિનયન કોલેજ તરફ જવાના રસ્તા ઉપર વેધનાથ મહાદેવ મંદિર પાસે ભૂગર્ભ ગટરના ચેમ્બર પર ઢાંકણુ જોવા નહી મળવા સાથે ગંદા પાણી રસ્તા પર આવી જવાના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકારી વિનિયન કોલેજ , મોડલ સ્કૂલ, તેમજ અણીયાદ ગામ તરફ જવાના આ રસ્તા ઉપર સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં કોઈ વાહન ચાલક તેમજ રાહદારી પડી શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે.

જોકે, ભૂગર્ભ ગટરના ચેમ્બરમાં ઢાંકણુ નહિ હોવાથી પશુ પણ પડી જવાની ઘટના બની હોવાનું સ્થાનિક નગરજન પાસેથી જાણવા મળેલ હોય તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા નહી લેવામાં આવવાના કારણે હાલ પણ આ ભૂગર્ભ ગટરના ચેમ્બર ઉપર ઢાંકણું નહીં હોવાથી પસાર થતા વાહન ચાલકોને સતત અકસ્માત થવાનો ડર રહેતો હોવા સાથે છૂપો આક્રોશ પણ આ સામે જોવા મળે તો નવાઈ નહી, શ્રાવણ માસ પણ શરૂ થઈ ગયો હોય ત્યારે મહાદેવના મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓને પણ ગટરના ગંદા પાણી માંથી પસાર થવું પડતું હોય છે.

જોકે, મહાદેવ મંદિર પાસે પસાર થતા આ રસ્તા ઉપરની ઢાંકણા વગરની ભૂગર્ભ ગટરના ચેમ્બર પાસે પોલીસ લખેલ બેરીકેડિંગ મૂકીને વાહન ચાલક કે પછી રાહદારી અંદર પડી જાય નહી એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોય પરંતુ રાત્રિના સમયે કોઈ અહીં કોઈ ઘટના બની શકે તેવી શક્યતાઓ રહેલી હોય ત્યારે સંબંધિત તંત્ર પોતાની નૈતિક ફરજ અહીં બજાવે તેવી આશા વાહન ચાલકો અને નગરજનો રાખી રહ્યા હતા. લોકસભાની ચૂંટણી વખતે આ રસ્તા પરથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ અહીંથી નીકળવા છતાં રસ્તા પરની ખુલ્લી ભૂગર્ભ ગટરની ચેમ્બર તેમને જોવા નહીં મળેલ હોય એવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહયા હતા. શ્રાવણ માસ શરૂ હોય ત્યારે શિવ મંદિર પાસે પસાર થતા રસ્તા ઉપર ગટરના ગંદા પાણી આવતા બંધ થાય અને તાત્કાલિક ભૂગર્ભ ગટરના ચેમ્બરનું ઢાંકણું સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી આશા નગરજનો અને શિવભક્તો રાખી રહયા હતા.

શહેરામાં શ્રાવણ માસ શરૂ થતા શિવભક્તો ભક્તિમાં લીન થઈ જવા સાથે શિવ મંદિરોમાં દર્શનાર્થે જતા નજરે પડી રહ્યા હતા. જ્યારે નગર વિસ્તારમાં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર સાથે શિવભક્તોની આસ્થા જોડાયેલી હોય એ જ મંદિર પાસે પસાર થતા રસ્તા ઉપર ગટરના ગંદા પાણીની રેલમછેલ હોવા છતાં પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ ગંભીરતા લેવામાં આવી નહિ હોવાથી શિવભક્તોનો પાલિકા સામે છુપો આક્રોશ જોવા મળી રહ્યો હતો. પાલિકા દ્વારા ધાર્મિક સ્થળો પાસે જોવા મળતી ગંદકી દૂર કરવામાં આવે અને સાફ-સફાઈ કરવામાં આવે તે પણ જરૂરી હોય પરંતુ આ શિવ મંદિર પાસે પસાર થતા ગટરના ગંદા પાણી બંધ નહીં થાય તો શિવભક્તો દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે રજૂઆત કરવામાં આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.