શહેરા,શહેરા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને મતદારોને ઇવીએમ મશીન અને વિવિપેટનો કઈ રીતે ઉપયોગ કરવો એની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી હતી.
પંચમહાલ જીલ્લામાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી આવી રહી હોવાથી તંત્ર દ્વારા શહેરા વિધાનસભા વિસ્તારમાં યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઇવીએમ મશીન અને વિવિપેટનો ઉપયોગ અંગે માહિતગાર થાય એ માટે નિર્દશન કાર્યક્રમ કરવામા આવી રહયા છે. નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તાલુકા મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને મતદારોને ઇવીએમ મશીન અને વિવિપેટ નો કઈ રીતે ઉપયોગ કરવો એની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી હતી. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એવા ઉમદા વિચાર સાથે ચૂંટણી અધિકારી દ્વારા ઇવીએમ નિર્દશન થકી મતદારોને જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહયો હતો. આ વખતની લોકસભાની ચૂંટણીમાં નવા મતદારોનો ઉમેરો થવા સાથે વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.