
શહેરા,
શહેરા શનિવારી હાટ બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી. જ્યારે નાડા બાયપાસ રોડ ઉપર મરઘા, કુકડા તેમજ પશુઓ નુ લે વેચ કરતા વેપારીઓ પોતાનો અડીંગો જમાવી દેતા ત્યાંથી પસાર થતા રાહદારીઓ સાથે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શહેરા માં શનિવારના દિવસે વર્ષોની પરંપરા મુજબ બસ સ્ટેશન અને માર્કેટિંગ યાર્ડ ખાતે હાટ બજાર ભરાતુ હોય છે. આ શનિવારે નગરના નાડા જવાના બાયપાસ રોડ ઉપર મરઘા, કુકડા તેમજ પશુઓની લે-વેચ કરતા વેપારીઓ ઉભા રહી જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સાથે રાહદારીઓને પણ ભારે તકલીફ નો સામનો કરવો પડ્યો હતો. આ માર્ગ ઉપર કોઈ પણ તંત્રની મંજૂરી વગર પશુઓની લે-વેચ કરતાં વેપારીઓએ દિવસ દરમિયાન પોતાનો ધંધો કરતા નજરે પડ્યા હતા. શનિવારી હાટ બજાર સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ રુંપ હોવાથી અહીં ગ્રામીણ વિસ્તારમાંથી અનેક લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવા માટે આવતા હોય છે. જ્યારે સબંધિત તંત્રને શનિવાર હાટ બજારમાં નિયમોનું પાલન કરવામાં કોઈ રસ ના હોય તેમ અહીં જોવા મળતા દ્ર્શ્યો ઉપરથી ખબર પડી જાય છે. મહત્વનું છે કે હાઈવે માર્ગ ને અડીને પશુઓનું જે રીતે લે વેચ થતું હોવાથી અમુક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. ત્યારે સંબંધિત તંત્ર આવનાર શનિવારના રોજ આ બાબતે કેટલીક ગંભીર લેવામા આવશે કે નહીં તે જોવું જ રહયુ ?