શહેરા, શહેરા તાલુકાના શિવ લહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત ક્ષત્રિય સમાજના પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન શિવ રાત્રીના શુભ દિવસે ઝોઝ ચોકડી (ગોધરા લુણાવાડા મુખ્ય હાઈવે ઉપર )કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમા ત્રણ જોડકાઓએ ભાગ લીધો હતો. આ ત્રણેય જોડાઓને ટ્રસ્ટ પરિવાર દ્વારા ઘરવખરી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નમા શહેરાના સોની પરિવાર દ્વારા ત્રણેય ક્ધયાઓને નાકની નથણી દાન પેટે ભેટ આપી હતી. તેમજ અન્ય દાતાઓ દ્વારા યથાશક્તિ લક્ષ્મીનું દાન સાથે ભેટ આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
શિવ લહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિય સમાજમાં થતા ખોટા ખર્ચાઓ, કુરિવાજો, દેખાદેખીમાં થતા વ્યવહારો,ડીજે પ્રથા તેમજ સમયનો થતો બગાડ અટકે અને સમાજ આ તમામમાંથી બહાર નીકળી રીતરિવાજ મુજબ સાદાઈથી લગ્ન પ્રસંગ ઉજવે તેવા શુભ આશયથી ટ્રસ્ટીઓ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ટ્રસ્ટ ચાર મુદ્દાઓ જેવા કે શિક્ષણ, સમાજ, ધાર્મિકતા અને સમાજને લગતા કુરિવાજો ઉપર ભાર મુકવા પ્રયત્ન કરી હયો છે. જો સમજમાં કુરિવાજો હસે, ખોટા ખર્ચાઓ હસે અને ખોટી વ્યવસ્થા હસે તો સમાજ તૂટતો જશે આ તમામ ઉપર અંકુશ મેળવવા માટે શિવ લહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં શહેરાના તાલુકાના મીઠાલી ગામના પરમાર અક્ષયકુમાર વી. સંગ, હીનાબેન દ્વારસિંહ બારીયા (મેત્રાલ), કૈડવાના મુવાડાના રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ સંગ સુશીલાબેન બી ખાંટ (દલવાડા) તેમજ બાલાસિનોર તાલુકાના રયોલ ગામના પ્રવિણકુમાર પી ચૌહાણ સંગ શારદાબેન બી ચૌહાણ કૈડવાના મુવાડા આ તમામ નવ વરવધુએ શિવ રાત્રીના શુભ દિવસે વિધિવત બ્રાહ્મણોના મંત્રોચાર સાથે ચોરીમાં ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં માંડી બ્રાહ્મણો તેમજ માતા-પિતા અને પરિવાર જનોના આશીર્વાદ મેળવી શાંસારિક જીવનની શરૂઆત કરી હતી.
શિવ લહેરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ટ્રસ્ટના સ્વયં સેવકો ભાઈઓ અને બહેનો, દાતાઓ, અગ્રણીઓ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે હોમગાર્ડના જવાનો અને મોટી સંખ્યામાં વરપક્ષ અને ક્ધયા પક્ષના લાગણીયાઓ ઉપસ્થિત રહી પ્રથમ સમૂહ લગ્ન સામોરહને આવકાર્યો હતો.