શહેરા,
શહેરા તાલુકાના વાઘજીપુર ગામ ખાતે દારૂના કેસમાં મારા છોકરાને કેમ પકડાયો તેમ કહીને બે વ્યક્તિઓએ યુવાનને માર માર્યો હતો. પોલીસ મથક ખાતે મહેશભાઈ બારીઆએ ફરિયાદ નોધાવતા પોલીસે બે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકાના વાઘજીપુર ગામ ખાતે રહેતા અને મોબાઈલ દુકાન ચલાવતા મહેશ બારીઆ પોતાની દુકાન પાસે ઊભો હતો. ત્યારે આજ ગામના ભગવત મોહન પરમાર અને ચંપાબેન નામની મહિલા આ બંન્ને એક સાથે આવીને મારા છોકરા નરવતને દારૂના કેસમાં પકડાઈ દીધો તેમ કહી બંને ઝગડો શરૂ કરી દીધો હતો. મહેશએ મેં દારૂની રેડ નથી કરાવી તેમ કહેવા છંતા આ બન્ને એ મહેશને અપશબ્દો બોલ સાથે માર મારવાનું શરૂ કરતાં તે ગભરાઈ જવા સાથે બુમાં બૂમ કરતાં તેની દુકાનના માણસો આવી જતા તેને છોડાવી દીધો હતો. મહેશ બારીઆ પોલીસ મથક ખાતે આવીને સમગ્ર બનાવની હકિકત પોલીસને જણાવતા પોલીસે ચંપાબેન પરમાર અને ભગવત પરમાર સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.