પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ના.કલેકટર દ્વારા ટીમ સાથે શહેરા તાલુકાના વાટા વછોરા ગામે સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક તપાસ કરવામાં આવેલ હતી. ધઉં, ચોખા, ખાંડ મળી 20 કટ્ટાની ધટ મળી આવતાં 3 માસ માટે દુકાનનો પરવાનો સસ્પેન્ડ કરવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ના. કલેકટર એચ.ટી.મકવાણા તથા ટીમ દ્વારા શહેરા તાલુકાના વાટા વછોરા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાંં ધઉં-4ની ધટ, ચોખા-14 કટ્ટાની ધટ, ખાંડ-2 કટ્ટા મળી 20 કટ્ટા કિંંમત 37,827/-રૂપીયાની ધટ મળી આવી હતી. તેમજ દુકાન સંચાલક દ્વારા નિયત નમુનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવવામાંં આવેલ ન હોય તેમજ દુકાનદારો સામે ધટ પડેલ અનાજના જથ્થામાં તપાસમાંં ગંભીર ગેરરીતિ જણાઇ આવી હતી. જેને લઇ વાટા વછોરા સરકારી સસ્તા અનાજની દુકાનોને પરવારો 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાંં આવ્યો.