શહેરાના વરિયાલ ગામ સમાચાર: માતા અને પુત્રને જેલના સળિયા ગણવાયા

વરિયાલ ગામ સમાચાર

શહેરાના વરિયાલ ગામ સમાચાર: જંગલ ફળિયામાં નજીવી બાબતે થયેલ ઝગડામાં 26 વર્ષીય યુવાનની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. જોકેથ આ બનાવમાં માસી-માસીના દીકરા વચ્ચે બોલાચાલી થયા બાદ શૈલેષ એ વિક્રમને શરીરના પેઢાના ભાગે લાત મારતા મોત નીપજ્યુ હતું. પોલીસે આ મામલે માતા અને પુત્ર સામે 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

શહેરાના વરિયાલ ગામ સમાચાર

થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે સંબંધો તો વેરવિખેર થઈ જતા હોય સાથે જેલના સળિયા પણ ગણવા પડતા હોય છે. બનાવની વાત કરીએ તો શહેરાના વરિયાલ ગામ સમાચાર માં જંગલ ફળિયામાં નજીવી બાબતે સગા માસી-માસીના દીકરા શૈલેષ પટેલિયા અને વિક્રમ પટેલિયા વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થવા પામી હતી. જ્યારે શૈલેષ પટેલિયા અને તેની માતા વિક્રમના ઘર પાસે જઈને ગાળા ગાળી કરતા સામાન્ય ઝઘડો મોટો થઈ જવા પામ્યો હતો.

શૈલેષ અને વિક્રમ વચ્ચે મારામારી શરૂ થતા શૈલેષે ગુસ્સામાં આવીને વિક્રમને શરીરના પેઢાના ભાગે લાત મારી દેતા ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યું હતું. જોકે, આ બનેલા બનાવની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી જઈને મરણ ગયેલ વિક્રમની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જોકે, મરણજનાર વિક્રમની માતા અમરત પટેલિયા એ શહેરા પોલીસ મથક ખાતે પોતાની સગી બેન કૈલાશ પટેલિયા અને ભાણા શૈલેષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 302 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

શહેરાના વરિયાલ સમાચાર

શહેરાના વરિયાલ સમાચાર: હાલ તો પોલીસે આ બનેલા બનાવને લઈને માતા અને પુત્રની ધરપકડ પણ કરી લીધી હોય પરંતુ થોડીક ક્ષણોના ગુસ્સાના કારણે બે સગી બહેનો વચ્ચેના સંબંધોનો અંત આવી જવા સાથે જેલના સળિયા ગણવાનો વખત આવ્યો હતો. મરણ ગયેલ વિક્રમની લાશનું પેનલ પીએમ કર્યા બાદ પરિવારજનોને લાશ સોંપવામાં આવવા સાથે બનેલા બનાવને લઈને નાનકડા વરિયાલ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

You May Also Be Interested in Other Topics –
1.નર્મદા જળ સંપતિ વિભાગ
2.મિશન મંગલમ
3.સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ