શહેરા,
શહેરા તાલુકાના વલ્લવપુર ગામના કે.પી. મકવાણા દાહોદ ખાતે પી.આર. ઓ (મામલતદાર) તરીકે ફરજ બજાવતા હતા. તેઓ નિવૃત થતાં તેમનો સન્માન સમારોહ વલ્લવપુર ગામ ખાતે રાખવામાં આવ્યો હતો.
શહેરા તાલુકાના વલ્લવપુર ગામના વતની કે.પી મકવાણા પી.આર.ઓ. (મામલતદાર) તરીકે દાહોદ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ વયમર્યાદાના કારણે છત્રીસ વર્ષની સેવા આપી નિવૃત્ત થયા હતા. તેઓના માદરે વતન વલ્લવપુર ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આ ગામના આગેવાનો અને સમાજ બંધુઓ, સગા સંબંધીઓ હાજર રહેવા સાથે ફળ, સાલ ઓઢાડીને મોમેન્ટો આપી હતી. આ પ્રસંગે કુબાવત ગાદીપતિ સદ્દગુરૂ બાલકૃષ્ણ વૈષ્ણવ બાપુ પણ હાજર રહ્યા હતા. સાથે સાથે સંતવાણી કાર્યક્રમ પણ રાખવાં આવેલ હતો. સમતા ફાઉન્ડેશન મધ્યગુજરાત, સ્ટેચ્યુ ઓફ ઇકવાલીટી, સમતા સુધારક મંડળ 636, રોહિત સમાજ 636 પરગણાંના આગેવાનો સમાજની અનેક સંસ્થાઓ દ્વારા કે.પી. મકવાણાના કાર્ય અને સંસ્મરણો વાગોળી, સંત રવિદાસનો ફોટો, ફળ, મોમેન્ટો, સન્માન પત્ર, આપીને શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.