શહેરાના વાધજીપુર ગામે સળીયા ટ્રેકટર ભરતી વખતે સળીયો વીજ લાઈનને અડી જતાં કરંટ લાગતાં 46 વર્ષીય વ્યકિતનું મોત

શહેરા, શહેરા તાલુકાના વાધજીપુર ગામ પાસે લોખંડના સળીયા ટ્રેકટરમાંં ભરતા હોય દરમિયાન સળીયો વિજળીના તાર સામે અટકી જતાં કરંટ લાગતા સારવાર દરમિયાન 46 વર્ષીય વ્યકિતનુંં મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના વાધજીપુર ગામ પાસે દિનેશભાઈ પર્વતભાઈ બારીયા ઉ.વ.46 જે લોખંડના સળીયા ટ્રેકટરમાં ભરતો હતો. દરમિયાન ભુલથી સળીયો અચાનક વિજળીના તારને અડી જતાં દિનેશભાઈને કરંટ લાગતાં સારવાર અર્થે ખસેડવામાં આવતાંં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.