શહેરા, શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ફરિયાદીના પતિએ આરોપીને હાથ ઉછીણા 30 હજાર રૂપિયા આપેલ હતા. તેની માંગણી કરતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે માર મારી ઢીંચણમાં ફ્રેકચર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના વાઘજીપુર ગામે રહેતા ફરિયાદી ધનીબેન કાળુભાઈ વણકરના પતિએ કાળુભાઈ વણકરે બે આરોપી લાલાભાઈ ચંદુભાઈ વણકરને પૈસાની જરૂરિયાત હોય તે વખતે હાથ ઉછીણા 30 હજાર રૂપિયા આપેલ હતા. તે પૈસાની માંગણી કરેલ હોય જેથી આરોપી નેનાબેન લાલાભાઈ વણકર અને લાલાભાઈ વણકર ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડા વડે કાળુભાઈને જમણા પગે ઢીંચણના ભાગે મારી ફ્રેકચર કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવવા પામી છે.