શહેરા, શહેરા તાલુકાના વાધજીપુરા ગામે રહેતા આરોપીના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 4,640/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના વાધજીપુરા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ભોગી રણજીતસિંહ પગીએ પોતાના રહેણાંક ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી પ્લાસ્ટીક કવાટરીયા નંગ-20, બીયર ટીન નંગ-22 મળી કુલ 4,640/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.