શહેરા વાઘજીપુર ચોકડી પાસે ગોધરા ની સેન્ટ આનોલ્ડ સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનેલી ઘટનામાં બે કરતા વધુ વિદ્યાર્થીઓને ઇજા પહોંચવા સાથે મોટી ઘટના બનતી અટકી હતી.
શહેરા ગોધરા હાઇવે ઉપર વાઘજીપુર ચોકડી પાસે ગોધરા સેન્ટ આનોલ્ડ સ્કૂલના પાંચ કરતા વધુ વિદ્યાર્થીઓ ભરેલી ઇકો કારને અકસ્માત નડ્યો હતો. ટેન્કર ચાલકે ઇકો કાર ને પાછળથી ટક્કર મારતા અંદર બેઠેલા અમુક વિદ્યાર્થીઓને શરીરે ઇજા પહોંચી હતી. જોકે અકસ્માત કર્યા બાદ ટેન્કર ચાલક એ પોતાની ગાડી લુણાવાડા તરફ ભગાડી મૂકતા અણીયાદ ચોકડી પાસે તેને પકડી પાડ્યો હતો.આ બનેલી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ બનાવ સ્થળ ખાતે આવી પહોંચીને ટેન્કર ચાલકને પકડી પાડી પોલીસ મથક ખાતે લઈ જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અકસ્માત થયા બાદ વિદ્યાર્થીઓ ના આંખમાં આંસુ જોવા મળવા સાથે વાલીઓ પણ ચિંતિત થઈ ઉઠ્યા હતા. આ બનેલા અકસ્માત મા ઇકો કારની અંદર બેઠેલા પાંચ કરતાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થવા સાથે મોટી ઘટના બનતી અટકી હતી. ઉલ્લેખનીય છેકે શહેરા નગરમાં રહેતા અમુક વાલીઓ પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ માટે ઇકો સહિતના અન્ય ગાડીઓમાં ગોધરા ભણવા માટે મોકલતા હોય છે પરંતુ બનેલી ઘટના સામાન્ય લાગી રહી હોય પરંતુ આમ જોવા જઈએ તો વાલીઓ માટે પણ એક ચેતવણી રૂપ ઘટના બની હોય એમ કહીએ તો નવા નહી.