
શહેરા વાઘજીપુર ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર કાર અને લેલન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે થોડીવાર માટે ગોધરા તરફનો હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસ સ્થળ પર આવીને ટ્રાફિકજામ ખુલ્લો કરતા એક તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો.
શહેરા ના વાઘજીપુર ચોકડી પાસે પસાર થતા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાર અને લેલન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગોધરા થી લુણાવાડા તરફ જઈ રહેલી કારના ચાલકે બમ્પ આવતા અચાનક બ્રેક મારી દેતા પાછળથી આવતી લેલન ગાડી કારના પાછળના ભાગે અથડાઈને ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી. બનેલા બનાવને લઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો મદદથી દોડી આવીને લેલન ગાડીના ચાલક અને ક્લીનરને ગાડીના કાચ તોડીને બહાર કાઢયા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શૈલેષ ડામોર સહિતનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવીને શહેરા થી ગોધરા તરફ જવાના હાઈવે માર્ગ જે ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેને ખુલ્લો કરીને એક તરફ નો હાઇવે માર્ગ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગોધરા તરફ જવાના હાઇવે ઉપર લેલન ગાડી પલટી ખાઈ ગઈ ત્યારે કોઈ વાહન પસાર થતું ન હોવાથી અહીં મોટી ઘટના બનતી અટકવા સાથે ડ્રાઇવર અને ક્લીનરને સામાન્ય ઇજા શરીરે પહોંચી હતી. આ બનેલા અકસ્માતમાં કોઈ જાનહાની ન થવા સાથે શહેરા થી ગોધરા તરફનો હાઇવે માર્ગ ઝોઝ ચોકડી સુધી પાંચ કલાક કરતા વધુ સમય સુધી બંધ રહ્યો હતો.